સ્વાદિષ્ટ મીઠા ઘૂઘરા બનાવવાની સરળ વાનગી

0
474
views

સ્વાદિષ્ટ મીઠા ઘૂઘરા બનાવવાની સરળ વાનગી

ઘૂઘરા એ એવું મિષ્ટાન્ન છે જે ભાવે તો બધાને જ છે પરંતુ દિવાળી સિવાય ક્યારેય ઘરમાં બનતુ નથી. દિવાળી આવે એટલે દરેક ઘરમાંથી ઘૂઘરા તળાવાની મઘમઘતી સુગંધ આવવા માંડે.

જો તમારે ઘૂઘરા બનાવવામાં લોચો વાગી જતો હોય તો આ રેસિપી ફૉલો કરો. આ રીતે ઘૂઘરા બનાવશો તો જે ખાશે એ તમારા ચોક્કસ વખાણ કરશે.

સૂજી અને સૂકા મેવામાંથી સારી રીતે ટેસ્ટી ટેસ્ટી ઘૂઘરા બનાવવામાં આવે છે, બીજા બધા ઘૂઘરા કરતાં આને તમે એક મહિના સુધી સાચવી શકો છો. જો તમારે માવા વગર પણ આ ઘૂઘરા બનાવવા હોય તો તમે સરળતાથી બનાવી શકો છો.

ઘૂઘરાનો માવો બનાવવા સામગ્રીઃ

ઝીણો રવો- 250 ગ્રામ

શેકવા માટે ઘી- 250 ગ્રામ

ખાંડ- 200 ગ્રામ

માવો અથવા તો દૂધનો પાવડર- 100 ગ્રામ

કાજુના ટુકડા- લગભગ 100 ગ્રામ

બદામના ટુકડા- લગભગ 100 ગ્રામ

કિશમિશ- 100 ગ્રામ

કોપરાનું છીણ- 100 ગ્રામ

એલચી પાવડર- અડધી ચમચી

ઘૂઘરાનો લોટ બાંધવા માટે સામગ્રીઃ

મેંદો- 350 ગ્રામ

તળવા માટે તેલ કે ઘી

લોટ બાંધવા દૂધ

માવો બનાવવાની રીતઃ

પહેલા એક કડાઈમાં શીરાની જેમ ઘી અને રવો નાંખીને તેને બરાબર શેકી લો. રવો ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે ગુલાબી રંગનો ન થઈ જાય અને તેની શેકાવાની સુગંધ ન આવવા માંડે. રવો ઠંડો પડે એટલે તેમાં સૂકા મેવા, કોપરાનું છીણ વગેરે મિક્સ કરી દો.

દૂધનો માવો ઉમેરવાની રીતઃ

ઘૂઘરામાં માવો ઉમેરવાની સાચી રીત એ છે કે પહેલા માવાને ઘીમાં શેકી લો. તે ગુલાબી થઈ જાય અને તેમાંથી ઘી છૂટુ પડવા માંડે ત્યાં સુધી તેને શેકો. મિલ્ક પાવડર નાંખવા માંગતા હોવ અને મિલ્ક પાવડરમાં ગળપણ હોય તો ખાંડ એ અનુસાર થોડી ઓછી નાંખવી નહિ તો માવો વધારે પડતો ગળ્યો થઈ જશે. આ ઠંડુ થઈ જાય એટલે તેમાં એલચી પાવડર નાંખી મિક્સ કરી લો. તૈયાર છે ઘૂઘરામાં ભરવા માટેનો માવો.

ઘૂઘરા વાળવાની રીતઃ

મેંદામાં તેલનું મોણ નાંખી તેમાં દૂધ ઉમેરી લોટ બાંધી લો. લોટ કડક નહિ પણ સહેજ ઢીલો બાંધવો જેથી ઘૂઘરા બનાવવામાં મુશ્કલી ન પડે. ત્યાર પછી લોટના નાના નાના લૂઆ પાડીને પૂરી વણી લો.

તેમાં વચ્ચે ઘૂઘરાનો માવો લઈ તેની બંને કિનારી ચોંટાડી દો. અર્ધચંદ્રાકાર આકાર બની જાય એટલે તેના પર નાની નાની કાંગરી વાળી લો.

ઘૂઘરા તળવાની રીતઃ

તમે તેલ કે ઘી જેમાં ઘૂઘરાને તળવા માંગતા હોવ તેને કડાઈમાં ગરમ થવા દો. ઘૂઘરા હંમેશા ધીમા તાપે જ તળવા અને આછા ગુલાબી થાય ત્યાં સુધી તળવા. વાળેલા ઘૂઘરા સૂકાઈ ન જાય તે માટે તેના પર સહેજ ભીનુ પાતળુ કપડુ ઢાંકીને રાખવુ.

કેટલાંક ઘૂઘરા તળતી વખત ફાટી જાય છે અને તેનો રવો તેલ કે ઘીમાં ફેલાઈ જાય છે જેને કારણે તેલ ખરાબ થાય છે. આથી જે ઘૂઘરા બરાબર ન વળાયા હોય તેને છેક છેલ્લે જ તળવાનું રાખો.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here