શું તમારુ બાળક પણ આખો દિવસ મોબાઈલને ચોંટેલુ રહે છે? આટલુ ખાસ વાંચો

0
1909
views

શું તમારુ બાળક પણ આખો દિવસ મોબાઈલને ચોંટેલુ રહે છે? આટલુ ખાસ વાંચો

 1. માનસિક વિકાસમાં અવરોધઃ

આપણે ટેક્નોલોજીના જમાનામાં રહીએ છીએ તે વાત સાચી પરંતુ આ ટેક્નોલોજીને કારણે હવે આપણને નુકસાન થઈ રહ્યું છે.

 તમનેજાણીને નવાઈ લાગશે પણ બે વર્ષ જેટલી નાની વયના બાળકોને સ્માર્ટફોન્સ અને ટેબલેટ્સને કારણએ માનસિક વિકાસમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.

સંશોધ મુજબ બાળક મોબાઈલ સ્ક્રીનને એક કલાક જોયા કરે તો પણ તેનામાં વ્યગ્રતાનું વધુ પ્રમાણ જોવા મળે છે અને તેને ડિપ્રેશન આવી શકે છે.

2. જિજ્ઞાસાવૃત્તિ મરી જાય છેઃ

સંશોધન મુજબ જે બાળકો મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરે છે તેમનામાં જિજ્ઞાસાવૃતતિ મરી જાય છે. તે પોતાના કામ સરખી રીતે પતાવી શકતા નથી.

ઈમોશનલી પણ તે સ્થિર નથી હોતા અને પોતાની જાત પર કાબુ રાખવામાં તેમને મુશ્કેલી પડે છે.

3. કેટલા કલાક ફોન પર વીતાવે છે તમારુ બાળક?

ફોનના વધુ પડતા ઉપયોગને કારણે સૌથી વધુ નુકસાન ટીનેજરોને થાય છે પણ 10 વર્ષથી નાની વયના બાળકોના માનસિક વિકાસમાં પણ મોબાઈલ ફોન અવરોધ બને છે.

સંશોધન મુજબ બ્રિટિશ બાળકો દિવસના ઓછામાં ઓછા પાંચ કલાક ઈલેકટ્રોનિક ડિવાઈસ સાથે ગુજારે છે.

4. આ તકલીફ થઈ શકે છેઃ

આવામાં મનોચિકિત્સકો વાલીઓને સલાહ આપે છે કે તેમણે બાળકો કેટલો સમય ઓનલાઈન વીતાવે છે તેના પર નજર રાખવી જોઈએ.

સંશોધ મુજબ બેથી પાંચ વર્ષના બાળકોને એક કલાક કરતા વધુ સમય સ્ક્રીન પર વીતાવવાની પરવાનગી મા-બાપે ન આપવી જોઈએ.

મોબાઈલ ફોનથી એડિક્ટ થઈ ગયેલા બાળકોને ઊંઘ ન આવવી, સ્થૂળતા જેવી શારીરિક બીમારી તો થાય જ છે પણ સાથે સાથે તે સાઈબર બુલિંગનો શિકાર બને તો તેમનો કોન્ફિડન્સ પણ હચમચી જાય છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here