શા માટે પહેરવી જોઈએ કાચબા વાળી વીંટી , કેવી રીતે પહેરવી જોઈએ , ક્યાં ફાયદા , ક્યાં નુકશાન જાણો બધી જ જાણકારી :

0
8516
views

શા માટે પહેરવી જોઈએ કાચબા વાળી વીંટી , કેવી રીતે પહેરવી જોઈએ , ક્યાં ફાયદા , ક્યાં નુકશાન જાણો બધી જ જાણકારી :

જ્યોતિષ શાસ્ત્રની સલાહથી કેટલાંય લોકો હાથમાં નંગવાળી વીંટી કે પછી બ્રેસલેટમાં કે ગળાની ચેઇનમાં નંગ મઢાવીને પહેરે છે. આ નંગ જુદા-જુદા રંગોના હોય છે.

નંગ પહેરવા પાછળનું કારણ જાતકની કુંડલીનું હોય છે. પરંતુ આજે નંગ સિવાય પણ જુદી-જુદી કેટલાંય પ્રકારની વીંટીઓ લોકોના હાથમાં જોવા મળે છે તેમાંથી એક ‘કાચબાવાળી વીંટી’ છે.

કાચબાવાળી વીંટી’: 

છેલ્લાં કેટલાંક સમયથી કેટલાંયના હાથમાં તમે ‘કાચબાવાળી વીંટી’ જોઇ હશે અને તેને જોતા જ આપણા મનમાં ઉત્સુકતા જાગે કે આમને કેમ આવી વીંટી પહેરી હશે. ચોક્કસ આ વીંટીનો ફેશન સાથે કોઇ સંબંધ નથી. તમારી આ જિજ્ઞાસાને શાંત કરવા માટે અમે તમારી સાથે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલ વાત શેર કરીશું.

કાચબાવાળી વીંટી’ના ફાયદા: 

‘કાચબાવાળી વીંટી’ને વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ મનાય છે. આ વીંટી વ્યક્તિના જીવનના કેટલાંય દોષોને શાંત કરવાનું કામ કરે છે. પરંતુ જો સૌથી વધુ આ કોઇ વાતમાં સહાયક થતી હોય તો તેનું કારણ ‘આત્મવિશ્વાસમાં થઇ રહેલો વધારો’ છે.

મા લક્ષ્મી: 

શાસ્ત્રોમુજબ કાચબો પાણીમાં રહે છે. તે સકારાત્મકતા અને ઉન્નતિનું પ્રતિક મનાય છે. આ કાચબો ભગવાન વિષ્ણુનો અવતાર પણ મનાય છે. સમુદ્ર મંથનની પૌરાણિક કથા પ્રમાણે કાચબો સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો અને સાથો સાથ દેવી લક્ષ્ણી પણ ત્યાંથી જ આવ્યા હતા.

સમૃદ્ધિનું પ્રતિક: 

એટલે જ વાસ્તુશાસ્ત્રમાં કાચબાના આટલું મહત્વ મળ્યું છે. કાચબાને દેવી લક્ષ્મીની સાથે જોડીને ધન વધારનાર મનાય છે. આ સિવાય તે જીવ ધૈર્ય, શાંતિ, નિરંતરતા, અને સમૃદ્ધિનું પણ પ્રતિક છે.

લાભ:

જો તમે આટલા બધા ફાયદા મેળવવા માટે તમે પણ કાચબાવાળી વીંટી પહેરવાનું વિચારી રહ્યાં છો તો પહેલાં તમે આની સાથે જોડાયેલ કેટલીય સાવધાનીઓથી આપને પરિચિત કરી દઇએ. જેથી કરીને આ વીંટી કોઇપણ પ્રકારનો નકારાત્મક પ્રભાવ આપે નહીં.

ચાંદીની વીંટી: 

વાસ્તુ શાસ્ત્ર મુજબ કાચબાવાળી વીંટી સામાન્ય રીતે ચાંદીમાંથી જ બની હોય. જો તમે બીજી કોઇ ધાતુ જેમકે સોનું કે કોઇ બીજા નંગની તો કાચબાના આકારને ચાંદીમાં બનાવીને તેના ઉપર સોનાની ડિઝાઇન કે નંગ જડી શકો છો.

નિયમ: 

ધ્યાન રાખો કે આ વીંટીને એવી રીતે બનાવો કે કાચબાના માથાવાળો ભાગ પહેરનાર વ્યક્તિની તરફ હોવો જોઇએ. કાચબાનો મોં નો ભાગ બહારની તરફ હશે તો ધન આવવાની જગ્યાએ હાથમાંથી જતું રહેશે.

સાવચેતીઓ: 

આ વીંટીને સીધી હાથમાં જ પહેરાય છે. સીધી હાથના મધ્યમાં કે તર્જની આંગળીમાં તેને પહેરો. કાચબાને માતા લક્ષ્મીની સાથે જોડાય છે. આથી આ વીંટી શુક્રવારના દિવસે જ પહેરવી જોઇએ, જે ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ મનાય છે.

ગેરફાયદા :

 વીંટી પહેર્યા બાદ તેને બહુ ઘુમાવી યોગ્ય નથી. જો તમે તેને ઘુમાવતા રહેશે તો તેની સાથે કાચબાનું માથું પણ પોતાની દિશા બદલશે જો આવનાર ધનમાં વિક્ષેપ લાવી શકે છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here