ઓવન નહિ કુકર માં જ બનાવો બેકરી જેવા પાઉં

0
904
views

ઓવન નહિ કુકર માં જ બનાવો બેકરી જેવા પાઉં

ખાસ કરીને ભાજીપાઉનું નામ આવે તો દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારમાં માટે પાઉં ઘરે કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ.

પરંતુ તમે અત્યાર સુધી ઓવનમાં જ પાઉં બેક કરવા અંગે સાંભળ્યું હશે અને બનાવ્યા પણ હશે. પરંતુ આજે અમે ઓવન નહીં કુકરમાં કેવી રીતે ટેસ્ટી અને સોફ્ટ પાઉં બનાવી શકાય.

પાઉં બનાવવાની ટિપ્સ

– દૂધ, ખાંડ અને યીસ્ટને બરાબર મિક્સ કરીને 10-15 મિનિટ માટે અલગ રાખી દો. જ્યારે તેમા પરપોટા નજરે પડે તો સમજી જાવ કે તે બરાબર આથો આવીને તૈયાર છે.

– મેદો, યીસ્ટના મિશ્રણને મીઠુ મિક્સ કરીને લોટ બાંધી લો ધ્યાન રાખો કે લોટ સોફ્ટ ગૂંદવો જોઇએ. જેથી પાઉં સોફ્ટ બને.

– ગૂંથેલા લોટ પર ઉપરથી તેલ લગાવીને આશરે એક કલાક માટે અલગ રાખી દો. આમ કરવાથી લોટ બરાબર ફુલીને તૈયાર થઇ જશે.

– પાઉં બનાવવા માટે લોટના લૂઆના એક જ સાઇઝના બોલ્સ બનાવો.

– કેક બનાવના વાસણમાં હવે તેલ લગાવીને તે બોલ્સ રાખી દો. જેથી તે અંદર-અંદર ચોંટી ન જાય. આમ કર્યા પછી પણ બોલ્સને એક કલાક માટે અલગ રાખી દો. જેથી તે વધારે ફુલી જશે.

– બોલ્સ ફુલ્યા બાદ ઉપરથી તેલ લગાવવાનું ન ભુલો.

– કૂકરના તળિયામાં આશરે બે કપ મીઠું નાખીને સ્ટેન્ડ રાખો અને સીટી અને રબર નીકાળીને ઢાંકણ બંધ કરીને કુકરને 10 મિનિટ માટે પ્રી હીટ જરૂરથી કરી લો.

– પ્રીહીટ કર્યા બાદ કેક વાળું વાસણ સ્ટેન્ડ પર રાખો અને મીડિયમ આંચમાં પાઉંને આશરે 15 મિનિટ સુધી વરાળમાં ચઢવા દો.

– આ રીતે તૈયાર થઇ જશે સહેલાઇથી કુકરમાં પાઉં.

મિત્રો જો તમે પણ આ રેસિપિ થી બેકરી જેવા પાઉં બનાવ્યા છે તો અમને તમારો અભિપ્રાય કોમેન્ટ માં જરૂરું જણાવશો.

” મિત્રો, કેવો લાગ્યો અમારો આ જીવનમાં મદદરૂપ થાય તેવો આર્ટિકલ, તમે આ આર્ટીકલ ” દિલ મારુ ખુશી માં છે” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતી વાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઇજને લાઈક કરો. “

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here