હદયરોગ માંથી બહાર કાઢતું રત્ન રોડોનાઈટ

1
927
views

હદયરોગ માંથી બહાર કાઢતું રત્ન રોડોનાઈટ

જીવન ખરેખર સરળ છે. આપણે જે આપતા હોઈએ તે જ આપણે પાછું મેળવતા હોઈએ છીએ. આપણા વિશે આપણે જે વિચારીએ છીએ તે આગળ જતાં સાચું ઠરે છે. જોકે દરેક વ્યક્તિ તેના જીવનને સારું કે ખરાબ બનાવવા પોતે જ જવાબદાર હોય છે.

આપણને આવતો દરેક વિચાર આપણા ભવિષ્ય ને ઘાટ આપે છે. એટલે જ લાગણી ઓથી દુભાઈને આપના વિચારો નબળા પડી ગયા છે અને પછી શરીરમાં રોગ સ્થાન લે છે. દરેક રોગ કેટલેક અંશે લાગણી સાથે સંકળાયેલો છે.

હદયરોગ માં સારું કામ આપતો એક ક્રિસ્ટલ છે જેનો રંગ ગુલાબી છે. તેમાં આછા કાળા ડાઘા હોય છે. તે રોડોનાઈટ તરીકે ઓળખાય છે. આ ક્રિસ્ટલ મળવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ તેનું કામ ખુબ જ સારું છે. જર્મની, સ્વીડન,બ્રાઝીલ,ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુ.એસ. જેવા દેશો માંથી પ્રાપ્ત થાય છે.

રોડોનાઈટ ના વિવિધ લાભ :

1) નાનું બાળક ડરી ગયું હોય કે ખરાબ સ્વપ્નથી ડરતું હોય ત્યારે ગળામાં રોડોનાઈટ પહેરાવવો.

2) રોડોનાઈટ ક્રિસ્ટલ નું કામ શરીરમાં રહેલી નકારાત્મક અને નળીઓના બ્લોકેજને દૂર કરે છે.

3) રોડોનાઈટ ધારણ કરવાથી દરેક વસ્તુને સ્વીકારવાની ભાવના જાગ્રત થાય છે અને અનકન્ડિશનલ પ્રેમ વધે છે. સંબંધ માં તકલીફમાં હોય તો શાંત થઈ જાય છે.

4) ઘણી વખત એવું બને છે કે આપણે જીવનથી હારી ગયા હોઈએ , ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ મળતો ન હોય અને દરેક જગ્યાએ હતાશા અનુભવાતી હોય ત્યારે આ રત્ન ગળામાં ધારણ કરવું અથવા અનામિકા આંગળી માં ધારણ કરવાથી પ્રભાવશાળી પરિણામ મળે છે.

5) જે વ્યક્તિ ઓ ને ખૂબ જ ગુસ્સો આવતો હોય કે પરિસ્થિતિ ને આધીન ટ્રોમાં માં જતા રહેતા હોય ત્યારે આ રત્ન કે ક્રિસ્ટલ સકારાત્મક રસ્તો બતાવવામાં મદદરૂપ થાય છે.

6) રોડોનાઈટ હદયચક્ર સાથે જોડાયેલ છે. જીવનના ઘણા રસ્તાઓ ઉપર મદદરૂપ થાય છે. ટેલેન્ટને બહાર કાઢે છે. આપના નસીબ શુ છે તે બતાવવામાં ખૂબ જ મદદરુપ થાય છે.

7) બેડરૂમના નેઋત્ય ખૂણામાં આ ક્રિસ્ટલ માંથી બનાવેલ હાર્ટ રાખવામાં આવે તો બંને વચ્ચે અપાર પ્રેમ વૃદ્ધિ થાય છે.

8) જે લોકોમાં કોન્ફિડન્સ ન હોય , ખરાબ પરિસ્થિતિ માંથી બહાર ન નીકળી શકતા હોય ત્યારે આ રોડોનાઈટ પહેરવાથી સાચા ખોટાનું ભાન થાય છે.

9) કોઈ પણ વ્યક્તિ ને જો માફી ન આપી શકતા હોય ત્યારે આ રત્ન ધારણ કરવાથી વ્યક્તિ વચ્ચેની કડવાશ ઓછી થાય છે.

10) જેમને હાર્ટને લગતી તકલીફ હોય , હાર્ટ એટેક આવેલ હોય , સ્ટેન્ટ મુકાવેલ હોય તથા પેટના અલ્સર , ઓટોઇમ્યુન ડીસીઝ , જોઈન્ટ અને આર્થરાઈટીસ જેવા રોગોમાં સારું કામ આપે છે. હાર્ટ ને લગતા દર્દીઓને આ ક્રિસ્ટલ નું પાણી બનાવી દરરોજ ના 8 થી 10 ગ્લાસ પીવાથી ખૂબ જ ઝડપથી રાહત મળે છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here