ઘરે જ બનાવો ચોખામાંથી ખૂબજ ટેસ્ટી અને ક્રિસ્પિ મમરા, રેસિપિ છે એકદમ સરળ

0
1213
views

ઘરે જ બનાવો ચોખામાંથી ખૂબજ ટેસ્ટી અને ક્રિસ્પિ મમરા, રેસિપિ છે એકદમ સરળ

ભાગ્યે જ એવું કોઇ ઘર હશે, જેમના ઘરે મમરા ન ખવાતા હોય

ભાગ્યે જ એવું કોઇ ઘર હશે, જેમના ઘરે મમરા ન ખવાતા હોય. હા જોકે, મોટાભાગના લોકો મમરા બજારમાંથી તૈયાર જ લાવતા હોય છે. આજે અમે લાવ્યા છીએ આવા જ મમરા ઘરે બનાવવાની સરળ રેસિપિ. મમરા બનાવવાની રીત ખૂબજ સરળ છે અને વધારે સમય પણ નહીં લાગે.

મમરા

સામગ્રી

એક કપ ચોખા (મોટા દાણાવાળા)

એક ટેબલસ્પૂન મીઠું

અડધો કપ પાણી

રીત

સૌપ્રથમ એક બાઉલમાં ચોખા અને મીઠું લો. ત્યારબાદ અંદર દોઢ-બે ટેબલસ્પૂન પાણી નાખો. પાણી એટલું જ નાખવું કે મીઠું ચોખામાં બરાબર મિક્સ થઈ જાય. ત્યારબાદ તેને 5 મિનિટ એમજ રહેવા દો.

ત્યારબાદ જાડા તળીયાવાળી કઢાઇમાં આ ચોખાને 3-4 મિનિટ શેકવા. ચોખાનો કલર લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી જ શેકવા. સતત હલાવતા રહેવું, જેથી ચોખા દાજે નહીં.

ચોખા શેકાઇ જાય એટલે ગેસ બંધ કરીને એકબાજુ મૂકી દો. ત્યારબાદ ગેસ પર બીજી એક કઢાઇ મૂકો અને એક-દોઢ વાટકી મીઠું લો અને બરાબર ગરમ કરો. મીઠું ગરમ થઈ જાય એટલે અંદર શેકેલા ચોખા નાખો અને મિક્સ કરો.

તમે જેમ-જેમ મિક્સ કરતા જશો તેમ-તેમ ચોખા ફૂટવાના શરૂ થઈ જશે. ચોખા ફૂટીને મમરા બનવા લાગશે. ચોખાના બધા જ દાણા ફૂટી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.

બધા જ મમરા ફૂટી જાય એટલે ગેસ બંધ કરી બે-ત્રણ મિનિટ ઠંડા પડવા દો. ત્યારબાદ ચારણીથી ચાળી લો, જેથી મીઠું મમરાથી અલગ પડી જાય.

તૈયાર છે ઘરે બનાવેલા ક્રિસ્પી અને ખૂબજ ટેસ્ટી મમરા.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here