ધનતેરસ ના દિવસે ખરીદો આ 10 વસ્તુ , થશે ધન વર્ષા

0
1861
views

ધનતેરસ ના દિવસે ખરીદો આ 10 વસ્તુ , થશે ધન વર્ષા

દિવાળીના હવે ગણતરીના જ દિવસો બાકી છે. માન્યતા અનુસાર આ શુભ દિવસોમાં માતા લક્ષ્મી ઘરે આવે છે અને ભક્તો પર તેમની કૃપા વરસાવે છે. ધનતેરસથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે.

ધનતેરસને પણ ખૂબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ વખતે ધનતેરસ 5 નવેમ્બરે છે, જ્યારે કાળી ચૌદસ 6 નવેમ્બર અને દિવાળી 7 નવેમ્બરે છે.

આમ તો નવરાત્રી પૂરી થતાં જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ઘરની સાફ-સફાઇ, સજાવટ, લાઇટિંગ, નવાં કપડાં વગેરે કામ તો પહેલાંથી જ કરી લેવામાં આવે છે.

પરંતુ ધનતેરસ ખૂબજ શુભ દિવસ હોવાથી આ દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી શુભ ગણાય છે, તેનાથી શુભ ફળ મળે છે. મોટાભાગના લોકો આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરે છે.

1.સોનુ કે ચાંદી ખરીદવું

સોના કે ચાંદીના આભૂષણ ન ખરીદી શકો તો એક નાનકડી ચમચી પણ ખરીદી શકાય છે. પરંતુ આ ચમચીને તમારો વૈભવ માની રોજ પૂજા કરવી. તેનાથી સમૃદ્ધિ વધે છે.

2 .ધાણા ખરીદવા

ધનતેરસના દિવસે ધાણા ખરીદવા ખૂબજ શુભ ગણાય છે. ધાણા સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે. પૂજા સમયે ધાણાના બીજને માતા લક્ષ્મીને ચઢાવવાં અને પૂજા બાદ કોઇ વાસણ કે બગીચામાં વાવી દેવાં. થોડાં બીજ તિજોરીમાં ગોમરીચક્ર સાથે રાખવાં.

3.સુહાગણ સ્ત્રીને સોળ શણગારની ભેટ આપવી

ધનતેરસના દિવસે કોઇ સુહાગણ સ્ત્રીને સોળ શણગાર ખરીદીને ભેટમાં આપવું શુભ ગણાય છે. આ સિવાય લાલ રંગની સાડી અને સિંદૂર આપવું પણ શુભ ગણાય છે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આસપાસ કોઇ સુહાગણ સ્ત્રી ન હોય તો કોઇ કુંવારી છોકરીને આ ભેટ આપવી.

4.સાવરણી ખરીદવી

ધનતેરસના દિવસે સાવરણવી ખરીદવી શુભ ગણાય છે. સાવરણી ખરીદવાનો સાંકેતિક અર્થ ઘરેથી ગરીબી દૂર કરવાનો છે.

5.વ્યવસાય સંબંધિત વસ્તુ ખરીદવી

ધનતેરસના દિવસે વ્યવસાય સંબંધિત કોઇ વસ્તુ ખાસ ખરીદવી જોઇએ. તેનાથી આખા વર્ષ દરમિયાન કાર્યક્ષેત્રમાં સફળતા મળી રહે છે.

6.મૂર્તિ ખરીદવી

દિવાળીનો પ્રારંભ ધનતેરસથી થાય છે.આથી દિવાળીના દિવસે લક્ષ્‍મી-ગણેશ મૂર્તિ ખરીદવી અને માટીના દીવાઓ ખરીદવા શુભ માનવામાં આવે છે.

7.વાસણ ખરીદવા

ધનતેરસને ધન્વંતરિ ત્રિયોદશી પણ કહેવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે ભગવાન ધનવંતી મહાસાગર મંથન દરમિયાન હાથમાં કળશ સાથે જન્મ્યા હતા.તેથી ધનતેરસ દિવસ પર વાસણો ખરીદવા એ શુભ માનવામાં આવે છે.ધન્વંતરિ દેવતા ને પીતળ ખુબ જ પસંદ હતું,તમે ખરીદવા માંગતા હોય તો પીતળ ના વસ્સનો ખરીદી શકો છો.

8.આકૃતિ ખરીદવી :

સ્વસ્તિક અને ઓમની આકૃતિ બનેલી વસ્તુ જરૂરથી ખરીદવી.

9. કોથમીર ના બીજ ખરીદવા :

ધનતેરસ પર કોથમીરની ખરીદીને શુભ માનવામાં આવે છે. દિવાળીના દિવસે પૂજામાં લક્ષ્મીને કોથમીરના બીજ અર્પિત કરીને તેને પોતાની તિજોરીમાં રાખવા.

10. આ દિવસે જે વસ્તુ ઘરે લાવવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here