દિવાળીમાં મહેમાનોને ખવડાવો ઘરે બનાવેલ સ્વાદિષ્ટ પાન મુખવાસ, 5 જ મિનિટમાં સરળતાથી બની જશે

0
807
views

દિવાળીમાં મહેમાનોને ખવડાવો ઘરે બનાવેલ સ્વાદિષ્ટ પાન મુખવાસ, 5 જ મિનિટમાં સરળતાથી બની જશે

મુખવાસ ખાઈ વખાણ કરતા નહીં થાકે :

દિવાળીમાં મિઠાઇ અને ફરસાણના બધાંના ઘરે અલગ-અલગ પ્રકારના મુખવાસ પણ અચૂક હોય છે. મોટાભાગે મુખવાસ આપણે બજારમાંથી તૈયાર જ લાવતા હોઇએ છીએ, પરંતુ બજારમાંથી લાવેલા મુખવાસમાં પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરેલો હોય છે, જે હેલ્થને નુકસાન કરે છે.

ત્યારે આ રીતે ઘરે જ કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ્સ નાખ્યા વગર નેચરલ પાન મુખવાસની રેસિપિ. માત્ર 5-7 મિનિટમાં બની જશે અને લાગશે પણ ખૂબજ ટેસ્ટી. મહેમાનો ચોક્કસથી વખાણ કરતાં નહીં થાકે.

સામગ્રી :

અડધો કપ ઝીણાં સમારેલાં નાગરવેલનાં પાન

પા કપ ધાણાદાળ

બે ટેબલસ્પૂન કલરફૂલ વરિયાળી

અડધો કપ ટુટીફ્રુટી

બે ટેબલસ્પૂન વરિયાળી પાવડર

એક ચમચી એડિબલ સિલ્વર બૉલ્સ

અડધી ચમચી મેન્થોલ પાવડર

પા કપ લીલાં પાન

એક-બે શેકીને ઝીણી સમારેલી સોપારી

બે ચમચી ગુલકંદ

બે ચમચી કાથો

બનાવવાની રીત :

સૌપ્રથમ એક મોટાબાઉલમાં ધાણાદાળ લો. ત્યારબાદ અંદર કલરફુલ વરિયાળી, ટુટીફ્રુટી, વરિયાળી પાવડર, સિલ્વર બૉલ્સ, મેંથોલ, લીલાં પાન, અને સોપારી પાનનાં સમારેલાં પાન લઈ બરાબર મિક્સ કરી લો.

ત્યારબાદ અંદર ગુલકંદ અને કાથો એડ કરો અને બરાબર મિક્સ કરો લો. બસ તૈયાર છે પાન મુખવાસ. ભરી લો કાચના ઝારમાં. એક અઠવાડિયાથી 10 મહિના સુધી રૂમ ટેમ્પરેચરમાં એકદમ ફ્રેશ રહેશે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…
_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here