અમદાવાદ ના આ દવાખાના માં બધા જ રોગો ની સારવાર થાય છે એકદમ મફતમા, જાણો અને શેર કરો…

1
156979
views

અમદાવાદ ના આ દવાખાના માં બધા જ રોગો ની સારવાર થાય છે એકદમ મફતમા, જાણો અને શેર કરો…

આજ ના સમય માં જયારે માનવી એટલો સ્વાર્થી બન્યો છે કે મફત મા ચા પણ નથી પાતો ત્યારે ‘સર્વે સન્તુ નીરમયા’ ની ઉક્તિ ને સાર્થક કરતી રોગીઓ માટે ગાંધીનગર રોડ ઉપર આવેલ અમદાવાદ નુ આ દવાખાનું કે જ્યાં કોઈ પણ જાતની ફી લીધા વગર સારવાર આપવામાં આવે છે.

તો ચાલો આજે વાત કરવી છે આ દવાખાના ની કે જે ૨૪ કલાક કાર્યરત છે અને આધુનિક સુવિધાઓ થી સજ્જ તેમજ ઓછા માં ઓછા ૩૫૦ રોગીઓ સમાય તેવી પલંગ વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે. કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ મલ્ટીસ્પેશીયાલીટી દવાખાનું દરેક જાતના રોગો ની સારવાર અને તબીબી સેવા પૂરી પાડે છે.

*બાળકોનો વિભાગ:*

આ વિભાગ મા બાળકોની બધી બીમારીઓ, નવજાત શિશુ માટેની સારવાર,રસીકરણ,તાણ આચકી આવતા બાળકો માટેનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*જનરલ વિભાગ :*

આ વિભાગ મા લોહી નુ દબાણ,હ્રદય ના રોગ,ડાયાબિટીસ,પીતાશય ના રોગ,વાઈ,ચેપીરોગ જેવા અનેક રોગો ને લાગતું નિદાન તેમજ સારવાર આપવામાં આવે છે.

*જનરલ સર્જરી વિભાગ:*

આ વિભાગ મા નાના-મોટા આંતરડાના રોગ, સારણગાંઠ, ભગંદર, મસા, ચાંદા,કિડની કે મૂત્રાશય અથવા તો પિત્તાશયની પથરી,થાઈરોઈડ ગ્રંથિ,સ્તન થી લગતા તમામ રોગો નુ નિદાન કર્યા બાદ સર્જરી અને સારવાર આપવામાં આવે છે.

*સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ :*

આ વિભાગ મા સ્ત્રીઓ થી લગતી તમામ બીમારીઓ, પ્રસુતિ,પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી,સિઝેરિયન ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જેવી અનેક બીમારીઓ નુ નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*હાડકા વિભાગ :*

આ વિભાગ મા કમરનો દુઃખાવો, સાંધા અને ફ્રેક્ચરનું નિદાન અને સારવાર આપવામાં આવે છે તેમજ સાંધા બદલવાના અને ફેક્ચરના ઓપરેશન પણ કરવામાં આવે છે.

*માનસિક રોગ વિભાગ :*

આ વિભાગ મા બધી જાત ની મગજ થી લગતી બીમારીઓ નુ નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*નાક, કાન અને ગળા નો વિભાગ :*

આ વિભાગ મા દૂરબીનથી સાઈનસના રોગની તપાસ, કાન ની બહેરાશ,કાન મા પરુ થવું,પડદા મા કાણું થવું, કાકડા વધવા તેમજ ગળા ના કોઈ પણ રોગો નુ નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*આંખ નો વિભાગ :*

આ વિભાગ મા આંખની પુરેપુરી તપાસ,નિદાન અને ઓપરેશન અત્યાર ના આધુનિક સાધનો દ્વારા મોતિયો,વ્હેલ અને ત્રાંસી આંખના ઓપરેશન કરવામાં આવે છે.

*ચર્મ રોગ વિભાગ :*

આ વિભાગ મા ચામડી થી લગતા દરેક રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

*ડેન્ટલ વિભાગ :*

આ વિભાગ મા દાંત ના મુળીયાની સારવાર,દાંત પ્રમાણે ચોકઠું બનાવવું,દાંત મા કરવામાં આવતી સફાઈ,વાંકાચૂકા દાંત ને સીધા કરવા,દાંતના સડા નુ નિદાન તેમજ સારવાર.

*શ્વાસ કે દમ અને ટી.બી. રોગ વિભાગ :*

આ વિભાગ મા દમ, શ્વાસ, ટી.બી,ન્યુમોનિયા તેમજ શ્વાસનળી ની દૂરબીનથી તપાસ,ફેફસાના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

આધુનિક સાધનો થી પરિપૂર્ણ આ દવાખાના મા તાત્કાલિક સારવાર,એક્સ-રે,સોનોગ્રાફી,ઈસીજી,હ્રદય ના ઈકો, ટીએમટી, ફાર્મસી સેવાઓ અને લેબોરેટરી ટેસ્ટની ૨૪ x ૭ કલાક સેવાઓ કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

ભવિષ્ય માં ચાલુ કરવાની થતી સેવાઓ જેવી કે બ્લડ બેન્ક, સીટી સ્કેન,એમ.આર.આઈ., એન્જીયોગ્રાફી તેમજ મેમોગ્રાફી રાહત ભાવે ઉપલબ્ધ કરાવાશે.

તેમજ રાજ્ય સરકાર મારફતે અમલ આ આવતી દરેક યોજના જેવી કે ચિરંજીવી યોજના, આર.એસ.બી.વાય,કુટુંબ કલ્યાણ જેવા કાર્ડ નો પણ સમાવેશ કરવામાં આવે છે. દાખલ થનાર દરેક રોગી ને ઓપરેશન, દવાઓ તેમજ જમવાનું કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

આ દવાખાનું છે શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ,
સરનામું: વિસાત-ગાંધીનગર હાઈવે,તપોવન સર્કલ પાસે,ચાંદખેડા,અમદાવાદ.
*તેમના મોબાઈલ નંબર: ૭૫૭૩૯૪૯૪૦૮*

આગળ ફોરવર્ડ કરજો કોઇકને ઉપયોગી થશે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here