આવી રહી છે દિવાળી, નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ ‘ફરસીપુરી’

0
1871
views

આવી રહી છે દિવાળી, નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ ‘ફરસીપુરી’

દિવાળી નજીક આવી રહી છે ત્યારે ચાલો નજર કરીએ દિવાળી સ્પેશલ નાસ્તા અને મિઠાઇઓ બનાવવાની રીત પર. ત્યારે આજથી આપનું કામ સરળ થાય તે માટે અમે આપનાં માટે લઇને આવ્યા છીએ દિવાળીમાં સૌની પસંદિદા એવી ફરસીપુરી બનાવવાની રીત લઇને..

સામગ્રી

– 500 ગ્રામ મેંદો

-150 ગ્રામ રવો

-10 ગ્રામ અજમો

-10 ગ્રામ કાળા મરી

– 1 ચપટી બેકિંગ પાઉડર

– મીઠું સ્વાદ અનુસાર

– 3 ચમચી તેલ

– 1 ચમચો ઘી(મોણ માટે)

-તેલ – તળવા માટે.

રીત

-સૌપ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી પછી ઠંડું થવા દો.

-મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો.

-તેમાં અજમો, મરી, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો.

-તેમાંથી જાડા લુઆ લઇ જાડી પૂરી વણી ઉપર બે-ત્રણ વાર તેલવાળો હાથ લગાવી ફરીથી લુઓ બનાવો.

-તે પછી નાના નાના લુઆ કરી તેમાંથી જાડી ગોળ પૂરી વણો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો.

-આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં તળો

-પૂરીને થોડી લાલ થવા દો. તેનો ટેસ્ટ વધુ મજેદાર લાગશે

તમારે જે વિશે જાણવું હોય કે વગરે માહીતી જોતી હોય તે અમને કૉમેન્ટ મા કહો

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર..
_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here