આપા ગીગાનું સતાધાર નો ઇતિહાસ

0
4046
views

આપા ગીગાનું સતાધાર નો ઇતિહાસ

વીરપુર અને પરબની જગ્યા જેવી સેવા ધર્મનો સંદેશો ફેલાવતી સોરઠની શોભા છે આપા ગીગા ભગતનું સતાધાર.

જૂનાગઢ થી ૫૬ કિમિ રોડ રસ્તે છે. તેમજ જૂનાગઢ દેલવાડા ના રેલવેમાર્ગ થી સતાધાર જવાય છે. એસ.ટી. બસની સેવા દર કલાકે મળે છે. રોડ માર્ગ થી જતા રસ્તા માં બીલખા પાસે ચેલૈયાનો ખાંડણીયો અને શેઠ સતાળશા ની પ્રસિધ્ધ જગ્યાના દર્શન થઈ શકે છે.

અહીં બાજુમાં જ શ્રી દક્ષિણામૂર્તિ પૂજ્ય શ્રીમદ આચાર્ય નથુરામ શર્માનો આશ્રમ છે. એસ.ટી. બસ આ બંને જગ્યાએ તથા સતાધાર ના મંદિર પાસે જ ઇભી રહે છે.

જૂની હકીકત મુજબ કાઠિયાવાડ ના સંતાનો સૂરજને ઇષ્ટદેવ માને છે. પાંચાળ માં સૂરજદેવની સ્થાપના થયા પછી તેમના સમર્થ સંતોમાં આપા જાદર ભગત થઈ ગયા તેમના શિષ્ય દાના ભગત હતા. ચાલાળા માં ઇ.સ. ૧૭૮૪ થી ઇ.સ. ૧૮૭૮ ના સમયકાળ માં દાના ભગતે આશ્રમ સ્થાપેલ.

ઇષ્ટદેવ ના ધ્યાનમાં મગ્ન રહેતા આપા દાના પાસે એક દિવસ પુત્ર ગીગા ને લઈ માતા લાખુ આ આશ્રમમાં આવ્યા , તે પુત્ર સાથે રહી સેવા નું કામ કરતા. એક સમયે બાળક ગીગાના ભવિષ્યને જોઈ દાના મહારાજે માતા લાખુ ને કહ્યું કે તારો બાળપુત્ર પ્રગટ પીર થશે અને લોકો માં પૂજાશે.

ગીગાની કિશોરવયમાં માતા લાખુનો સ્વર્ગવાસ થયો. માતાનું એક મોહબંધન હતું તે પણ ગયું. હવે ભલી જગ્યા અને ભલા આપા દાના , આશ્રમની ગાયો ની સેવા કરતા , છાણ ના સુંડલા ઉપાડતા અને સતત ઈશ્વર નું રટણ કરતા ગીગા ઉપર આપા દાના એક દિવસ પ્રસન્ન થયા.

ગીગાની માથે પંજો મારી પટ્ટ શિષ્ય બનાવ્યા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ. આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો.

એક દિવસે ચલાળા પાસેના સરંભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી. પણ ઈશ્વર ધણીમાં જેને ઓરતા હતા તેવા ગીગાનુ મન સંસારમાં ચોંટ્યુ જ નહીં, એ નિર્લેપતામાંથી સંત આપા ગીગાનો પ્રાદુર્ભાવ થયો.

આમ આપા ગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરૂ આપા દાનાનું નામ જ રટ્યા કરે છે. આમ ધીરે ધીરે લાંબો સમય પસાર થઇ ગયો હતો.

એક દિવસ પાળિયાદની જગ્યાનાં આપા વિસામણ, ચલાળાના મહેમાન બન્યા છે. આપા વિસામણ તો રોજ ગાયોની સેવા કરતા અને છાણનાં સુંડલા ઉપાડતા ગીગાને જોયે રાખતા હતા.

એક દિવસ આપા વિસામણે આપા દાનાને કહ્યુ કે આપા હવે આ ગીગાને સુંડલો ઉતરાવી નાખો અને તમારો પંજો (પવિત્ર હાથ) મુકો. આમ તે દિવસે બન્ને સંતો ગીગાને પાસે બોલાવે છે અને આપા દાનાએ ગીગા ઉપરથી છાણનો સુંડલો ઉતાર્યો ત્યારે ગીગો તેના ચરણોમા નમી પડ્યો અને તેના ગુરૂ નો પંજો તેના ઉપર પડ્યો.

ત્યાર બાદ થોડા સમય પછી ગીગાને આપા દાનાએ બોલાવીને નોખી જગ્યા બાંધવા કહ્યુ. તે સમયે ગીગાની આંખમાં આંસુની ધારા છૂટીને પોતાના ગુરૂને કહ્યુ કે મારો કાંઇ વાકગુનો છે, કે મને નોખો થવાનું કહો છો.

ત્યારે આપા દાને હસતા હસતા કહ્યુ કે ‘ગીગા તુ તો મારાથી સવાયો થઇશ, પશ્ચિમનો પીર કહેવાશે અને તમામ વરણ (જ્ઞાતિ) તને નમશે અને પરગટ પીર થઇ પુજાઇશ. અને કામધેનુ, મુંડીયા અને અભ્યાગતો (અચાનક આંગણે આવેલા) ને પાળજે.

તારા ચુલામાં લોબાનની ભભક (સુગંધ) આવે ત્યાં રોકાઇ જાજે, અને ધર્મની ધજા ફરકાવજે.’

આમ આપા ગીગા પોતાના ગુરૂ આપા દાનાને પગે લાગી, જગ્યાના ઝાડવે ઝાડવાને બથ ભરી ભરીને રોઇને વિદાય લીધી. ચલાળાથી ૧૦૮ ગાયને લઇને થોડો સમય ચલાળામાં જ? એક ઝુંપડી બાંધીને રહ્યા. અને ત્યાં દાળ-રોટલાનું સદાવ્રત ચાલુ કર્યુ.

થોડો સમય રહ્યા પછી ત્યાંથી ગાયોને લઇને ફરતા ફરતા અત્યારે જ્યાં સતાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાઝર નદીને કાંઠે ઝુંપડી બાંધી અને જગ્યાનુ તોરણ બાંધ્યું. ચમત્કારોની કેટલીય વાતો આપાગીગાનાં જીવન સાથે વણાયેલી છે.

આપાગીગાએ બાંધેલી ઝુંપડી સતાધાર(સત આધાર) ના નામથી પ્રખ્યાત બની અને આજે તો તેની કીર્તિ ચારે તરફ પ્રસરી વળી છે. આપાગીગાએ શરૂ કરેલ સદાવ્રત અને અભ્યાગતોના આદર-સત્કાર ની પરંપરા એકધારી ચાલી આવે છે.

સતાધાર થી કનકાઈ અને બાણેજ જવાય છે. પણ ચોમાસાની ઋતુ દરમ્યાન આ માર્ગ બંધ હોય છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here