આજે ઘરે જ ફાડા લાપસી બનાવી ને ચઢાવો પ્રસાદી :

0
443
views

આજે ઘરે જ ફાડા લાપસી બનાવી ને ચઢાવો પ્રસાદી :

કોઇપણ શુભકાર્ય કરવાનું હોય તો શુભ દિવસે સામાન્ય રીતે રસોઇમાં લાપસી શુકનિયાળ મનાય છે. તો આજે નવરાત્રીની મોટામાં મોટી આઠમ છે.

આ દિવસે ખાસ કરીને દરેક લોકો પોતાના કુળદેવી અને કુળદેવતાને નૈવેધ ધરાવવામાં આવે છે જેમા ખાસ કરીને લાપસી બનાવવામાં આવે છે. તો આજે અમે તમારા માટે ઘરે ફાડા લાપસી કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ.

સામગ્રી

1 કપ – ઘઉંના ફાડા

1 મોટો ચમચો – ઘી

3-4 કપ – ખાંડ કે ગોળ

5 કપ – પાણી

જરૂરિયાત મુજબ – ઈલાયચી પાઉડર

જરૂરિયાત મુજબ – જાયફળ પાવડર

સજાવટ માટે – કાજુ-દ્રાક્ષ, બદામ

બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કઢાઇ મૂકો. તેમા 1 કપ ઘઉંના ફાડા નાંખી શેકો, થોડા શેકાઇ જાય પછી 1 મોટો ચમચો ઘી ઉમેરી ફરીથી શેકી લો. આ ફાડા સહેજ ફુલેલા લાગે ત્યાં સુધી શેકવા.

હવે અન્ય એક વાસણમાં 5 કપ પાણી ગરમ કરવા મૂકો. ફાડા શેકાય જાય એટલે તેમાં ગરમ પાણી અને ખાંડ અથવા ગોળ ઉમેરી બરાબર ઓગળી જાય ત્યાં સુધી તેમે મિક્સ કરી લો.

હવે તેને એક વાસણમાં કાઢી લો અને તેને કુકરમાં મૂકીને 4 થી 5 સીટી થવા વાગે ત્યા સુધી રાખો. હવે એક વાસણમાં થોડું ઘી લઈ તેમાં કાજુના ટુકડા અને દ્રાક્ષ સાંતળીને કાઢી લો, કૂકરમાંથી બફાઈ ગયેલા ફાડાને હવે તે જ વાસણમાં સાંતળી લો.

જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર નાંખીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ હવે લાપસીને સર્વિંગ બાઉલમાં નીકાળીને ઉપરથી સાંતળેલા કાજુ-દ્રાક્ષ અને બદામથી ગાર્નિશ કરો.

મિત્રો, કેવો લાગ્યો અમારો આ જીવનમાં મદદરૂપ થાય તેવો આર્ટિકલ, તમે આ આર્ટીકલ ” દિલ મારુ ખુશી માં છે” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતી વાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઇજને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here