આ છોડ ના પાંદડા અને તેના દૂધ થી થતા ચમત્કારી ફાયદા જાણી ને તમે થઇ જશો હેરાન

0
8000
views

આ છોડ ના પાંદડા અને તેના દૂધ થી થતા ચમત્કારી ફાયદા જાણી ને તમે થઇ જશો હેરાન

ઉપયોગી આકડો

હિંદ દેશના દરેક ભાગમાં આક્ડો થાય છે .સૌરાષ્ટમાં તેમજ ગુજરાતમાં આકડો આડે વગડે ઉગે છે નાના મોટા દર્દોમાં આકડો ઉપયોગી ઔષધ ગણવામાં આવે છે .

તાસીરે આકડો, સારક, કડવો , ઉષ્ણવીર્ય, શોધન દીપન અને મૂત્ર જનન છે . વાત, કુષ્ઠ, વિષ, કંડુ, કૃમિ, સોથ, કફ, વિસર્પ, મેદ, બરોળ, ગુલ્મ, હરસ અને ઉદર કૃમિનાશક છે.

આકડાનાં ફૂલ લઘુ, દીપન અને પાચન ગુણ ધરાવનારા છે અરુચિ શ્વાસ, હરસ અને ઉધરસને મટાડે છે.

આકડાનું ખીર, સિંગ્ધ, ઉષ્ણવીર્ય, લધુ અને કડવું, ખારું છે. કોઢ, ગુલ્મ અને ઉદર રોગનો નાશ કરે છે.

આકડાનાં મૂળની છાલ પરસેવો લાવનારી, શ્વાસને મટાડનારી, ઉષ્ણ અને વમન કરાવનારી છે.

આકડાના પાન ઉપર તેલ ચોપડી, ગરમ કરી દળેલું મીઠું છાટી ફોડકા, ગૂમડા પર બાંધવાથી ગૂમડું તરત જ પાકી જાય છે .

પેટના વાયુના અથવા મળદોષના કારણે થતાં પેટના દુખવામાં અથવા પડખાના શૂળમાં આકડના પાન  એરડિયાવાળા ગરમ કરીને બાંધવામાં આવે તો ઘણો ચમત્કારિક ફાયદો થાય છે .

આકડાના પાનને મીઠું તેલ ચોપડી ગરમ કરી પછી એનો રસ કાઢી કાનના દર્દમાં એના 2-3 ટીપાં નાખવામાં આવે તો ઘણો લાભ થાય છે .

દંત કૃમિના કારણે દાતની પોલમાં પીડા થતી હોય ત્યારે આકડના ખીરવાળું રુનું પૂમડું કરીને પોલમાં ભરવાથી કૃમિ નાશ થાય છે અને શૂળ મટી જાય છે.

વાળો નીકળ્યો હોય ત્યારે આકડાના દૂધનો લેપ કરવાથી વાળો બહાર નીકળી જાય છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ આર્ટિકલ  પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ આર્ટિકલ  કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here